અતિવ્યસ્ત સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ, આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રુરકીની ટીમ ઈન્સ્પેક્સન કરશે
અમદાવાદ,9 ડિસેમ્બર (હિ.સ.) સાબરમતી નદી પર આવેલા અને અતિવ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજ પર પડેલી તિરાડોના પગલે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે બ્રિજ કઈ તારીખ સુધી બંધ રહેશે, તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી જા
અતિવ્યસ્ત સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ,IIT મુંબઈ અને IIT રુરકીની ટીમ ઈન્સ્પેક્સન કરશે


અમદાવાદ,9 ડિસેમ્બર (હિ.સ.) સાબરમતી નદી પર આવેલા અને અતિવ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજ પર પડેલી તિરાડોના પગલે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે બ્રિજ કઈ તારીખ સુધી બંધ રહેશે, તેને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 5 દિવસ ઈન્સ્પેક્શન માટે બંધ કર્યો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી ઇન્સ્પેક્શન કરી રહી છે.

4 ડિસેમ્બરના રોજ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ પાંચ દિવસ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. વિવિધ એન્જસીઓ અને રાજ્ય સરકારની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. હજુ પણ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. બ્રિજના સ્પાનને રિપેર કરવા માટે વધુ સમય લાગી શકે તેમ છે. ત્યારે હાલ 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, તે બાદ પણ સમયમાર્યાદા લંબાવવામાં આવી શકે છે.

અમદાવાદ પશ્ચિમ થી ઉત્તર ગુજરાત તરફ જતાં વાહનવ્યવહાર માટે ના મુખ્ય સુભાષબ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ બ્રિજ 25 ડિસેમ્બર, 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત, બ્રિજની વધુ તપાસ માટે IIT મુંબઈ, IIT રૂરકી અને અન્ય બ્રિજ નિષ્ણાતોને સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજને ફરીથી ખોલવાનું નક્કી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જનતાને અપીલ કરી છે કે, તેઓ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે.

આગામી દિવસોમાં બ્રિજની તપાસ અને રિપેર કામગીરીની પ્રગતિ પર નજર રખાશે

આ ઘટનાએ અમદાવાદના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું દબાણ વધારી દીધું છે, જેના કારણે નાગરિકોને અસુવિધા પડી રહી છે.

વહીવટીતંત્રે ટ્રાફિક પોલીસને વધુ કડક બનાવવાની સૂચના આપી છે જેથી વૈકલ્પિક રૂટ પર વાહનવ્યવહાર સરળ રહે. આ બ્રિજ અમદાવાદના મુખ્ય વિસ્તારોને જોડતો હોવાથી તેના બંધ રહેવાથી દૈનિક કામગીરી પર અસર પડી રહી છે. આગામી દિવસોમાં બ્રિજની તપાસ અને રિપેર કામગીરીની પ્રગતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી જલ્દીથી તેને ફરીથી ખોલી શકાય. જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ માહિતીની નોંધ લઈને સહયોગ આપે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande