
જામનગર,9 ડિસેમ્બર (હિ.સ.) ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસે યોજવામાં આવે છે.
જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી 23 ડિસેમ્બર ના રોજ સવારના 11 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય કારોબારી અધિકારી,જાડા જામનગરના અધ્યક્ષ સ્થાને મદદનીશ કલેકટર કચેરી ધ્રોલના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.આગામી 15 ડિસેમ્બર સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ધ્રોલને મોકલી દેવાની રહેશે. ધ્રોલ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt