વનતારાના સ્થાપક અનંત અંબાણીને, વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આગેવાની લેવા બદલ ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત
જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) : અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ''વનતારા''ના
અનંત અંબાણીને એવોર્ડ એનાયત


જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) : અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર 'વનતારા'ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત કર્યો છે. શ્રી અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વન્યજીવન સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ આગેવાનોને એક મંચ પર સાથે લાવનાર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રાણી કલ્યાણ અને તેમના સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં સૌથી અગ્રણી વૈશ્વિક સન્માનોમાંનો એક ગણાતો આ એવોર્ડ અંબાણીના વાસ્તવિક પુરાવા આધારિત કલ્યાણ કાર્યક્રમો, વિજ્ઞાન આધારિત સંરક્ષણની પહેલો અને વિશ્વભરમાં વિલુપ્તીની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોમાં તેમની આગેવાનીને બિરદાવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને લોકો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી છે.

ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ અંબાણીની વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાની સ્થાપનામાં તેમની દીર્ઘદૃષ્ટિવાળી આગેવાની માટે પસંદગી કરી છે, જેણે મોટા પાયે બચાવ, પુનર્વસન અને પ્રજાતિ સંરક્ષણની શક્યતાઓને ફરીથી આલેખી છે. પશુ કલ્યાણ માટેની તેમની કરુણા, ઉત્કટતા અને અનન્ય સમર્પણ તેમને ભૂતકાળના સન્માનિત મહાનુભાવોની વિશિષ્ટ શ્રેણીમાં સ્થાન આપે છે અને તેમનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંરક્ષણના ભવિષ્યને આકાર આપી રહ્યું છે.

ગ્લોબલ હ્યુમેન સોસાયટીના પ્રમુખ અને સીઇઓ ડો. રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું હતું કે, વનતારાને “ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ™નું સન્માન મળવું એ સંભાળ લેવાના મામલે શ્રેષ્ઠતા માત્ર જ નહીં, પરંતુ દરેક પ્રાણીને ગૌરવ, ઉપચાર અને જીવવાની આશા આપવા પ્રત્યેનું ઊંડું સમર્પણ દર્શાવે છે. અને આ દૃષ્ટિકોણ માટે શ્રી અનંત અંબાણી કરતાં કોઈ મહાન ચેમ્પિયન નથી, જેમની નેતાગીરીએ આ કાર્યમાં કરુણા માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વનતારા વિશ્વમાં ગમે ત્યાં પ્રાણી કલ્યાણ માટેની સૌથી અસાધારણ પ્રતિબદ્ધતા રજૂ કરે છે... તે માત્ર એક બચાવ કેન્દ્ર નથી, પરંતુ તે ઉપચારનું એક અભયારણ્ય છે. વનતારા પાછળની મહત્વાકાંક્ષા, વ્યાપ અને કોમળ હૃદયે આધુનિક પ્રાણી કલ્યાણનું કામ કેવું હોઈ શકે તેના માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande