અન્નપૂર્ણા સોસાયટીમાં નિઃશુલ્ક યોગ તાલીમથી મહિલાઓને લાભ
પાટણ, 9 ડિસેમ્બર (હિ.સ.) પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દૈનિક નિઃશુલ્ક યોગ વર્ગો યોજાઈ રહ્યા છે. અહીં મહિલાઓ માટે 10 દિવસનું વિશેષ યોગ તાલીમ શિબ
અન્નપૂર્ણા સોસાયટીમાં નિઃશુલ્ક યોગ તાલીમથી મહિલાઓને લાભ


પાટણ, 9 ડિસેમ્બર (હિ.સ.) પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત દૈનિક નિઃશુલ્ક યોગ વર્ગો યોજાઈ રહ્યા છે. અહીં મહિલાઓ માટે 10 દિવસનું વિશેષ યોગ તાલીમ શિબિર આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમમાં યોગ ટ્રેનર શ્રોફ વીણા બિરજુભાઈ મહિલાઓને વિવિધ યોગાસન અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપી રહ્યા છે. મહિલાઓ બપોરે 4 થી સાંજે 5 વાગ્યા સુધી પોતાની અનુકૂળતા મુજબ આ વર્ગોમાં ભાગ લઈ રહી છે.

તાલીમમાં જોડાયેલી મહિલાઓના જણાવ્યા મુજબ યોગના નિયમિત અભ્યાસથી તેમને અનેક પ્રકારના શારીરિક અને માનસિક લાભ અનુભવાઈ રહ્યા છે. ખાસ કરીને કમરના દુખાવા, પાચન તંત્રની સમસ્યા અને પેટ ફૂલવાની તકલીફમાં રાહત મળી છે, જેને કારણે તેમનું આરોગ્ય અને આત્મવિશ્વાસ બંને વધ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande