
- NSS સ્વયંસેવકો દ્વારા પ્રભાત ફેરી, ગામનો આર્થિક-સામાજિક સર્વે, આઈ ચેકઅપ કેમ્પ, વન કવચની મુલાકાત સહિત ઐતિહાસિક સ્મારકોની સાફ-સફાઈ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
રાજપીપલા, 9 ડિસેમ્બર (હિ.સ.) સરકારી વિનયન કોલેજ તિલકવાડાના NSS યુનિટ દ્વારા તા. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન તિલકવાડા તાલુકાના રેંગણ ગામ ખાતે વાર્ષિક શિબિર યોજાઇ હતી.
આ સાત દિવસીય શિબિરમાં NSS સ્વયંસેવકોએ પ્રભાત ફેરી, ગામનો આર્થિક-સામાજિક સર્વે, આઈ ચેકઅપ કેમ્પ, વન કવચની મુલાકાત, ઐતિહાસિક સ્મારકોની સાફ-સફાઈ, ગૌ-શાળાની મુલાકાત, ગૌ આધારિત ખેતી અને ગૌસંવર્ધન, પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત વ્યાખ્યાન, સરદાર પટેલ ઉપર ફિલ્મ નિદર્શન, રેંગણ ગામમાં સ્વચ્છતા અભિયાન, નર્મદા નદી સ્વચ્છતા અભિયાન, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, આપદા તાલીમ અંગેનું વ્યાખ્યાન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
વાર્ષિક શિબિરના ઉદ્ઘાટન સમારંભમાં મામલતદાર તિલકવાડા અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના ભૂતપૂર્વ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રમેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતાં. મામલતદાર દ્વારા કાર્યક્રમ અંગે શુભકામના પાઠવવામાં આવી હતી. પ્રા.રમેશ વસાવાએ NSS ની સ્થાપના અને પ્રવૃતિઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
સમાપન સમારોહમાં એસીએફ મદદનીશ વન સંરક્ષક જીગ્નેશ ગામીત, તિલકવાડા આરએફઓ જીગ્નેશ ભાઈ સોલંકી, ઝઘડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રા.ડો.તેજસ ચૌહાણ, સરકારી વિનયન કોલેજના આચાર્ય કૌશી ચાવડા, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. પિનાકિન જોષી, રેંગણ પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખ બારીયા અને સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.
ACF અધિકારીએ વન સંરક્ષણ વિષે માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓ વન વિભાગમાં કઈ રીતે નોકરી પ્રાપ્ત કરી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રા. તેજસભાઈ એ NSS શિબિર થકી વિદ્યાર્થીઓમાં જે કૌશલ્ય ગુણો અને નેતૃત્વ શક્તિ પ્રાપ્ત થયા છે. જેની વિસ્તૃતમાં માહિતી આપી હતી. સ્વયંસેવક ભાવીકાબેને સાત દિવસનો અહેવાલ રજૂ કર્યો હતો તેમજ વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભવો રજૂ કર્યા હતાં.
વાર્ષિક શિબિરમાં કોલેજના 50 થી વધુ NSS સ્વયં સેવકોએ ભાગ લીધો હતો. સમગ્ર શિબિરનું સંચાલન સરકારી વિનયન કોલેજ તિલકવાડાના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા.ડૉ. પિનાકિન જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ