મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.) . તાલુકા તલોદ પંથકની તપોવન વિદ્યામંદિર ખાતે તાજેતર માં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ નું આયોજન શાળા સંચાલક મંડળ અને સ્ટાફ પરિવારે કર્યું હતું.જેમાં સેંકડો વાલીઓ વગેરે હાજર રહ્યા હતા. બાળકો ના માનસ માં સનાતન હિન્દુ સંસ્કૃતિ નું સંવર્ધન થાય અને સુસંસ્કારોનું પણ સિંચન થાય તેવા શુભાશય સાથે આ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.જેમાં ઉત્સાહભેર બાળકો એ ભાગ લઈને પોતાના માતા અને પિતા નું પૂજન..અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ