જુનાગઢ તળેટીમાં મિશ્રઋતુની અસર: મેળાના પ્રથમ દિવસે, ૨૬૮ને શરદી અને ૪૪૮ને શરીરના દુખાવાની સારવાર આપતું આરોગ્ય તંત્ર
જૂનાગઢ 23 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્રના દસેક હેલ્થ પોઇન્ટ પર 268 વ્યક્તિઓએ શરદીની સારવાર લીધી હતી. જ્યારે 448 વ્યક્તિઓને શરીરના દુખાવાની દવા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. તળેટીમાં રાત્રે અને સવારે અને બપો
જૂનાગઢ મહાશિવરાત્રી માં આરોગ્ય ટીમ દ્વારા સારવાર


જૂનાગઢ 23 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્રના દસેક હેલ્થ પોઇન્ટ પર 268 વ્યક્તિઓએ શરદીની સારવાર લીધી હતી. જ્યારે 448 વ્યક્તિઓને શરીરના દુખાવાની દવા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.

તળેટીમાં રાત્રે અને સવારે અને બપોરે મિશ્ર ઋતુની અસર છે. બપોરના અરસામાં વધારે પાણીની જરૂરિયાત રહે છે.તંત્ર દ્વારા પૂરતા પાણીની વ્યવસ્થા કરી પાણીની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે. ગઈકાલે 114 જેટલા પાણીના સોર્સ પર ટેસ્ટીંગ પણ કર્યું હતું.

પ્રથમ દિવસે સ્થાનિક શહેરીજનોની મોટી ભીડ છતાં પોલીસ સહિત સંકલિત વિભાગોની સુંદર ટ્રાફિક સંકલન વ્યવસ્થાને કારણે લોકોએ શિવ આરાધના ભજનો, વહીવટી તંત્ર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી મહાપ્રસાદ સાથે આનંદથી મેળો માણ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande