શ્રી સરસ્વતી શિશુમંદિરમાં માતા-પિતા પૂજનનો અનોખો કાર્યક્રમ
પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ સ્થિત શ્રી સરસ્વતી શિશુમંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલમાં શિશુવાટિકા વિભાગના બાળકો માટે માતા-પિતા પૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમ્યાન નાના બાળકોએ પોતાના માતા-પિતાને તિલક કરી, પુષ્પહાર પહ
શ્રી સરસ્વતી શિશુમંદિરમાં માતા-પિતા પૂજનનો અનોખો કાર્યક્રમ


શ્રી સરસ્વતી શિશુમંદિરમાં માતા-પિતા પૂજનનો અનોખો કાર્યક્રમ


પાટણ, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ સ્થિત શ્રી સરસ્વતી શિશુમંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલમાં શિશુવાટિકા વિભાગના બાળકો માટે માતા-પિતા પૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમ્યાન નાના બાળકોએ પોતાના માતા-પિતાને તિલક કરી, પુષ્પહાર પહેરાવ્યા અને આરતી ઉતારી તેમની પ્રદક્ષિણા કરી હતી.

બાળકોએ પોતાની મધુર વાણીમાં પ્રાસંગિક વક્તવ્યો આપ્યા અને અભિનય ગીત રજૂ કરી સૌ વાલીઓના દિલ જીતી લીધા હતા. ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત આ શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે નિવૃત્ત શિક્ષિકા ભારતીબેન રાવલ, વિશાળ ટ્રસ્ટના વ્યવસ્થાપક નવીનભાઈ પ્રજાપતિ, નેહાબેન ઠક્કર, અલ્કેશભાઈ પારેખ અને પ્રધાનાચાર્ય કિન્નરીબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો સંયોજન તૃપ્તિબેન સાંકળીયાએ કર્યો અને બધા શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાના ઉચ્ચ સ્થાનને પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:ની ભાવનાને જીવી રાખવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande