પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.22, 23 ફેબ્રુઆરી, 2025 નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલ છે.ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન તા.22/2/2025 ને શનિવાર નાં રોજ સવારે 7-00 કલાકે 1 કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં 6 થી 14, 14 થી 40, 40થી 60 અને 60 થી ઉપરનાં ભાઈઓ/બહેનોની યોજાશે. તેમજ તા.23/02/2025 ને રવિવાર નાં રોજ સવારે 7-00 કલાકે 5 કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં 6 થી 14, 14 થી 4પ, 40થી 6પ અને 60 થી ઉપરનાં ભાઈઓ/બહેનોની યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20/02/2025રાખવામાં આવેલ છે. આ સ્પર્ધા ફક્ત પોરબંદર જિલ્લા પુરતી મર્યાદિત હોય પોરબંદર જિલ્લાનાં રહેવાસીઓએ જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પર્ધામાં 1,2,3 રેન્ક મેળવવા માટે દરેક વય જુથનાં ગૃપમાં 5 થી વધારે સ્પર્ધકો હશે તો જ રેન્ક આપવામાં આવશે. રજીસ્ટ્રેશન ફોર્મ મેળવવા/જમા કરવા માટે 1. ચોપાટી સ્વિમિંગ પોઈન્ટ ખાતે પ્રતિકભાઈ ભટ્ટ(મો.નં.9879609525) તથા ભાવનાબેન ચામડીયા,2. છાંયા પ્લોટ રોડ, શિવા બેકરી સામે, પાર્થભાઈ પટેલ મો.નં.8866220061,3 શક્તિ જેમ્સ એન્ડ જ્વેલર્સ, અજયભાઇ લોઢીયા, મો.નં. 9825731922,આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પોરબંદર જિલ્લાના તરવૈયાઓ વધારે મોટી સંખ્યામાં ભાગ લે તે માટે શ્રીરામ પોરબંદર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya