પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લા માટે વર્ષ-2024 ના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરીને તા.24/02/2025બસુધીમાં મળી જાય તે રીતે કરવાની રહેશે.
જેમાં 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ તેમજ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર્સ અરજી કરી શકશે.દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી તેમજ જીલ્લા રોજગાર કચેરીમાંથી વિના મુલ્યે તા. 24/02/2025 સુધીમાં મળી શકશે. તેમજ ઉમેદવારોએ ભરેલા અરજી પત્રકો સાથે શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, દિવ્યાંગતા માટેનુ માન્ય પ્રમાણપત્ર, પોસ્ટકાર્ડ સાઈઝ ફોટોગ્રાફ, પોલિસ વેરીફિકેશન પ્રમાણપત્ર તથા અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, સહિત બિડાણમાં સામેલ રાખી તેમજ નોકરીદાતા અને પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવી જરૂરી સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરીને તા.24/02/2025 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મળી જાય તે રીતે મોકલી આપવા અને અધુરી વિગત વાળી તેમજ નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી. અને વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા રોજગાર કચેરીની એક યાદીમાં જણાવાયું છે .
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya