પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે સુરતમાં ગુરુકુળની મુલાકાત લીધી
સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન-અ
Surat


સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને અભ્યાસ કરાવી ડોક્ટર, વકીલ, એન્જીનિયર બનાવવા એ સાચું શિક્ષણ નથી, પરંતુ ‘ઈન્સાન’-માણસ બનાવવો, સંસ્કારવાન અને સભ્ય બનાવવો એમાં જ શિક્ષણની સાર્થકતા સમાયેલી છે. સુરત સ્વામિનારાયણ ગુરૂકુલમાં શિક્ષણ અને ધર્મનો સુભગ સમન્વય થયો છે.

ગુરૂકુલના ભુતપૂર્વ વિદ્યાર્થી રાકેશભાઈ દુધાતે રામનાથ કોવિંદજીને આવકારતા જણાવ્યું કે, સંત શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સાંસ્કૃતિક વિરાસતના પુનઃસ્થાપન માટે ઈ.સ. ૧૯૪૮માં રાજકોટમાં પ્રથમ ગુરૂકુળની સ્થાપના કરી હતી. આજે સમગ્ર ભારતમાં ૬૦ ગુરૂકુળ સાથે ૪૦ હજાર વિદ્યાર્થીઓ સંસ્કારોની સાથે વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે.

પોતાના ઉદબોધનમાં કોવિંદે કહ્યું કે, ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સેવાકાર્યો, ધર્મકાર્યોનો વ્યાપ જોવા મળ્યો છે, પરંતુ આવનારા સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ સદ્દકાર્યોની સુવાસ પ્રસરે, ગુરૂકુલ પરંપરા જીવંત રહે ગૌરવપૂર્ણ, ઓજસ્વી એવી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થાય અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ સાચા સદ્દમાર્ગે વળવાની પ્રેરણા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી.

આ પ્રસંગે રામનાથ કોવિંદના હસ્તે રમત ગમત, યોગ તથા અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા ગુરૂકુળના વિદ્યાર્થીઓ, હરિભકતોનું સન્માન કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande