નેશનલ રોડ સેફ્ટી થીમ પરવાહ (કાળજી) અંતર્ગત વિદ્યાર્થીઓને હેલ્મેટનું મહત્વ ઓડિયો વિઝ્યુલ પદ્ધતિથી સમજાવ્યું
સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજય સરકારના સલામતી પરવાહ(કાળજી) થીમ આધારિત રોડ સેફ્ટી ટ્રાફિક એન્જ્યુકેશન ની રોડ સેફ્ટી એક્સપર્ટ બ્રિજેશ વર્માએ સુમુલ ડેરી રોડ પર આવેલી BCA અને BBA કોલેજ શ્રી શંભુભાઈ વી.પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ મેનેજમ
વિદ્યાર્થીઓને ઝીણવટ ભરી માહિતી આપી હતી


સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજય સરકારના સલામતી પરવાહ(કાળજી) થીમ આધારિત રોડ સેફ્ટી ટ્રાફિક એન્જ્યુકેશન ની રોડ સેફ્ટી એક્સપર્ટ બ્રિજેશ વર્માએ સુમુલ ડેરી રોડ પર આવેલી BCA અને BBA કોલેજ શ્રી શંભુભાઈ વી.પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ કોલેજના ૪૭૭ વિદ્યાર્થીઓને ઝીણવટ ભરી માહિતી આપી હતી. આ અવસરે તેમણે રોડ સેફ્ટી એક્સપર્ટ શ્રી બ્રિજેશ વર્મા બે સેશનમાં કોલેજના યુવા પેઢીના વિદ્યાથીઓ અને પ્રોફેસરોને ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી રોડ સેફ્ટી કાળજી-પરવાહ કઈ કઈ તકેદારીઓ રસ્તાઓ પર રાખવી જોઈએ તેનું વિસ્તૃત માહિતી આપી હતી.

હેલ્મેટ કયા પ્રકારના આઈ.એસ.આઈ. માર્ક વાળુ, IS 4151 વિશે તેમજ રોડ સેફ્ટી અંગે રસ્તા પર ચલાવવી, રસ્તો કઈ સાઇડ કેવી રીતે ક્રોસ કરવો, અકસ્માતો ઘટાડવા માટે યુવાનો શું કરી શકે તેમજ પોતે સ્ટંટ કરવા કરતા સેફ્ટીનું ધ્યાન રાખવા અંગે, ચાલુ વાહને મોબાઈલ તથા ઈયરફોનનો ઉપયોગ ન કરવો, સિટબેલ્ટ , રસ્તા પરની માર્કિંગની માહિતી આપી હતી. આ ઉપરાંત સરકારની રોડ સેફ્ટી અંગેની યોજનાઓ બાબતે તેમજ અકસ્માતમાં મોબાઈલ થી ફોટા કે રીલ બનાવવા કરતા એક મદદગાર વ્યક્તિ બની કોઈનું જીવન કેવી રીતે બચાવી શકાય તે બાબતે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના કોર્ડીનેટર ઓફ ટ્રાફિક અવેરનેસ પ્રોફેસર પ્રતીક્ષા પટેલ તથા એચોડી બીસીએ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર રિદ્ધિ જોશી તેમજ ડીસીએફ ફેકલ્ટી પ્રોફેસર હાર્દિક ભાઈ પ્રોફેસર રેખા પ્રોફેસર સ્વીટી બેન પ્રોફેસર અનિતા પ્રોફેસર વિશ્વ દેસાઈ પ્રોફેશનલ દિવ્યા પઢિયાર પ્રોફેસર ભૂમિ વ્યાસ તેમજ બીબીએ વિભાગના કોર્ડીનેટર પ્રોફેસર ધ્રુપલ ત્રિપાઠી એચ ઓ ડી બીબીએ ડિપાર્ટમેન્ટ ના પ્રોફેસર વિધિ જોશી તથા બીબીએ ના ફેકલ્ટી પ્રોફેસર ભાવિક પ્રોફેસર જીગ્નેશ પ્રોફેસર મેધા જોશી હાજર રહ્યા હતા. તેમજ ટ્રાફિક શાખા સુરત રિજીયન-૨ માંથી હેડકોન્સ્ટેબલ બેરાભાઈ, હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ પો.કોન્સ્ટેબલ ડીતાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande