સુરતના મહુવામાં લોકોના ઘરમાંથી ફોન લઈને જતા રહે છે કપિરાજ
સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના મહુવામાં વાનરથી લોકો ત્રસ્ત થઈ ગયા છે,તોફાની વાનરથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે તેમજ વાનર લોકોની પાછળ દોડીને હુમલો પણ કરી રહ્યાં છે,વાનરે દુકાનમાં ઘૂસી મોબાઇલ ઉઠાવ્યો અને તે મોબાઈલ ઉઠાવીને એક ધાબા પર જાય છે ત્યા
Monkey


સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના મહુવામાં વાનરથી લોકો ત્રસ્ત થઈ ગયા છે,તોફાની વાનરથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે તેમજ વાનર લોકોની પાછળ દોડીને હુમલો પણ કરી રહ્યાં છે,વાનરે દુકાનમાં ઘૂસી મોબાઇલ ઉઠાવ્યો અને તે મોબાઈલ ઉઠાવીને એક ધાબા પર જાય છે ત્યાં તે મૂકી દે છે,તો સ્થાનિકોનું કહેવું છે કે,વાનર લોકોની પાછળ દોડી કરી રહ્યો છે હુમલા અને કોમ્પ્યુટર ક્લાસિસમાં ઘૂસી કોમ્પ્યુટરને પણ નુકસાન કર્યુ હોવાની વાત સામે આવી છે.

મહુવા પંથકમાં તોફાની કપિરાજથી સ્થાનિકો તોબા-તોબા પોકારી ઉઠયા છે તો તોફાની કપિરાજથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે,કપિરાજ લોકોની પાછળ દોડીને હુમલા કરી રહ્યો છે,તો લોકોના ઘરમાં પડેલી વસ્તુઓ પણ ઉપાડી જાય છે,આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી છે પરંતુ વન વિભાગ પણ કામગીરીમાં ઢીલાશ દાખવી રહ્યાં હોવાની વાત સામે આવી છે,લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યાં છે કે તેમને બીક છે કે વાનર પાછળથી હુમલો ના કરે.

વડોદરા કોર્પોરેશનની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સહિતના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, વાનરરાજને પકડવા માટે રેસ્ક્યૂ ટીમ બોલાવવામાં આવી હતી. ટીમ ઓફિસમાં પહોંચે તે પહેલા જ કપિરાજ ટેબલની અંદર ચાલ્યા ગયા હતા.રેસ્ક્યૂ ટીમ કપિરાજને પકડવાની જેટલી કોશિશ કરે તેટલી નિષ્ફળ જતી હતી. જેમ વાનરના ગળામાં પકડવાનો પટ્ટો આવે કે તરત જ તે મોઢું ફેરવી લેતો હતો. આખરે તે એટલો ગુસ્સે થયો કે, રેસ્ક્યૂ કરનાર વ્યક્તિ સામે જ ભાગ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande