ધારાસભ્ય કાંધલ જાડેજાએ મતદારોનો માન્યો આભાર.
પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્યની હાઈપ્રોફાઈલ ગણાતી રાણાવાવ કુતિયાણા નગરપાલિકાની ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સપન્ન થઈ છે રાણવાવ કરતા કુતિયાણા નગરપાલીકામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા થઇ હતી ત
ધારાસભ્ય કાંધલ જાડેજાએ મતદારોનો માન્યો આભાર.


પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્યની હાઈપ્રોફાઈલ ગણાતી રાણાવાવ કુતિયાણા નગરપાલિકાની ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સપન્ન થઈ છે રાણવાવ કરતા કુતિયાણા નગરપાલીકામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા થઇ હતી ત્યારે રાણાવાવ-કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મતદાન બાદ પ્રતિક્રિયા આપતા જાણાવ્યુ હતુ કે, ખુબ સારુ મતદાન થયુ છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઇ છે ત્યારે પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા તથા અધિકારીઓ અને કર્મચારીઓનો પણ ધારાસભ્યે આભાર વ્યક્ત કર્યો હતો સાથે ધારાસભ્યે એ પણ કહ્યુ કે, કુતિયાણા નગરપાલિકામાં પરિવર્તન આવશે અને સમાજવાર્દી પાર્ટીની જીત થશે તેવો વિશ્વાસ પણ ધારાસભ્ય કાંધલ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande