મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). શામળાજી પોલીસે બાતમી આધારે ચોરીના મોબાઈલ સાથે આશ્રમ ચોકડી પાસેથી આરોપીને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો.
શામળાજીના આશ્રમ ચોકડી ખાતે બ્રિજ નીચે બાતમીના આધારે પલીસે શખ્સની મોબાઇલ બાબતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતાં શખ્સને શામળાજી પોલીસ ચોકી લાવી પૂછપરછ કરતાં તેનું નામ ગજેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા રહે.વેણપુર તા.ભિલોડાનો હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પાસે રહેલા મોબાઇલના આધાર પુરાવા કે બિલ હોય તો રજૂ કરવા જણાવતા પોતાની પાસે ન હોવાનું જણાવતાં હોય જેથી આ મોબાઇલ ચોરી થયેલ હોવાનું સામે આવતાં આ મોબાઇલ બાબતે શામળાજી પોલીસે તપાસ કરતાં ઉપરોકત મુજબનો ગુનો દાખલ હોય મોબાઇલ કબ્જે કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ