વડોદરાના સાવલીમાં નદીમાં ડૂબી જવાથી એકનું મોત
વડોદરા, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરાના સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં એક વક્તિ ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બાંધણી ગામ તાલુકો પેટલાદ જીલો આણંદનો રેહવાસી મૃતક અલ્પેશ તળપદા ગત રોજ સાવલીના ભમ્મર ઘોડા ખાતે માતાજીના મંદિરે બાધા પૂ
Drown


વડોદરા, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરાના સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં એક વક્તિ ડૂબી જવાથી મોત થયું છે. મૂળ બાંધણી ગામ તાલુકો પેટલાદ જીલો આણંદનો રેહવાસી મૃતક અલ્પેશ તળપદા ગત રોજ સાવલીના ભમ્મર ઘોડા ખાતે માતાજીના મંદિરે બાધા પૂરી કરીને પરત ફરતા વેળાએ પોઇચા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.

સમગ્ર ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ પર દોડી આવી હતી. NDRFની ટીમ દ્વારા ગઈ કાલથી શોધખોળ કરતા આજ રોજ સવારે અલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઇ જરૂરી પંચકયાસ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નીપજ્યાં છે. પ્રશાસન દ્વારા નદી કિનારે ઉંડા પાણીમાં ન જવા માટેની સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છે. આમ છતાં, પિકનિક મનાવવા જતા લોકો નદીના ઉંડા પાણીમાં નાહવા માટે ઉતરે છે, અને મોતને ભેટતા હોય છે

.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande