ગાંધીનગર મનપા દ્વારા બાકી ભાડાની વસૂલાત માટે કાર્યવાહી, 5 મિલકતો સીલ કરવામાં આવી
ગાંધીનગર, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : આજ રોજ તા. 17/02/2025ના રોજ સરકાર હસ્તકની મિલકતો જેવી કે માઇક્રો શોપિંગ, લારી પ્લોટ, ત્રિકોણિયા પ્લોટ વગેરેના લાંબા સમયથી બાકી ભાડા અંગે નોટિસ પાઠવ્યા છતાં પણ ભાડું ન ભરતા કુલ 5 મિલકતો સીલ કરવામાં આવી તથા રૂ. 4,00,00
ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર, 17 ફેબ્રુઆરી (હિ.સ.) : આજ રોજ તા. 17/02/2025ના રોજ સરકાર હસ્તકની મિલકતો જેવી કે માઇક્રો શોપિંગ, લારી પ્લોટ, ત્રિકોણિયા પ્લોટ વગેરેના લાંબા સમયથી બાકી ભાડા અંગે નોટિસ પાઠવ્યા છતાં પણ ભાડું ન ભરતા કુલ 5 મિલકતો સીલ કરવામાં આવી તથા રૂ. 4,00,000/- ની સ્થળ પર વસૂલાત કરવામાં આવી. સદર કાર્યવાહી હજુ પણ ચાલુ રાખવામાં આવશે.

સીલ કરેલી મિલકતોની વિગત:

સેક્ટર-21 - 03 (ત્રિકોણિયા લારી સ્ટેન્ડ)

સેક્ટર-21 - 01 (લારી પ્લોટ)

સેક્ટર-10 (મીના બજાર) - 01 (માઇક્રોશોપિંગ)

કુલ 18 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાંથી 5 મિલકતો સીલ કરી બાકીના લોકો પાસેથી સ્થળ પર ભાડા વસૂલ કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande