અમદાવાદ, 17 ફેબ્રુઆરી (હિ.સ.).
પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના મિકેનિકલ વિભાગમાં જુનિયર ક્લાર્ક ના પદ પર કાર્યરત રોહન ગૌતમ કાંબલે એ 8 ફેબ્રુઆરી થી 12 ફેબ્રુઆરી 2025 સુધી ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે યોજાયેલી 38મી રાષ્ટ્રીય રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને હર્ડલ રેસ માં બ્રોન્ઝ મેડલ જીત્યો.
સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર (કોઓર્ડિનેશન) જગદંબા પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું હતું કે રોહને એથ્લેટિક્સ સ્પર્ધામાં 400 મીટર હર્ડલ રેસમાં ભાગ લીધો હતો અને તેને 51.77 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
આ અનોખી સફળતાએ તેમની વ્યક્તિગત ક્ષમતાઓનું પ્રદર્શન જ નહીં પરંતુ અમદાવાદ મંડળ નું નામ પણ રોશન કર્યું .
મંડળ રેલ પ્રબંધક અમદાવાદ સુધીર કુમાર શર્માએ રોહન કાંબલેને આ ઉત્તમ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.તેમણે કહ્યું, રોહનની મહેનત અને સમર્પણથી અમદાવાદ મંડળ ને ખૂબ ગર્વ થયો છે. અમે તેને ભવિષ્યના પ્રયાસોમાં સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. રોહનની આ સફળતા ફક્ત તેમના એથ્લેટિક કૌશલ્યને જ પ્રમાણિત નથી કરતી પરંતુ તેમની દ્રઢતા, પ્રતિબદ્ધતા અને લગન ની પણ સાક્ષી છે. તેમના પ્રયત્નોએ સાબિત કર્યું કે સખત મહેનત અને સમર્પણથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય