ટ્રેન હડફેટે આવતા યુવાન પાણીમાં પડતા મોત
પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદરમાં શનીવારની રાત્રીના શહેરના કડીયા પ્લોટ વિસ્તાર નજીક આવેલા રેલ્વે ટ્રક પરથી પસાર થતી ટ્રેન સાથે આસપાસના વિસ્તારમાં રહેતો અપુ ચાવડા નામનો વ્યકિત ટ્રેન અડફેટે ચડી જતા સીધ્ધો ટક્કરાઈને નીચે કર્લી જળાશયમાં ખાબક્યો હ
Young man dies after falling into water after being hit by train.


Young man dies after falling into water after being hit by train.


પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદરમાં શનીવારની રાત્રીના શહેરના કડીયા પ્લોટ વિસ્તાર નજીક આવેલા રેલ્વે ટ્રક પરથી પસાર થતી ટ્રેન સાથે આસપાસના વિસ્તારમાં રહેતો અપુ ચાવડા નામનો વ્યકિત ટ્રેન અડફેટે ચડી જતા સીધ્ધો ટક્કરાઈને નીચે કર્લી જળાશયમાં ખાબક્યો હતો. ટ્રેન સાથે ટક્કરાયા બાદ યુવાનની રાત્રીના સતત ફાયર બ્રિગેડ અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કશુ હાથ લાગ્યુ નહોતુ આજે સોમવાર બપોરના સમયે અપુ ચાવડા નામના વ્યક્તિની બોડી મળી આવતા ફાયર બ્રિગેડનની મદદથી બહાર કાઢવામાં આવી છે પોરબંદરના એએસપી સાહિત્યા વી તથા ઉદ્યોગનગર પોલીસ કાફલો ઘટના સ્થળ નિરક્ષણ કરવા પહોચ્યા હતો અને યુવાનના મૃતદેહને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande