વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-પારડી નગપાલિકાની ચૂંટણીમાં તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ મતદાન થયા બાદ આજે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ પારડીના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી એન.સી.પટેલની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પારડીની ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
પારડી પાલિકાની કુલ ૨૮ બેઠકમાંથી વોર્ડ નં. ૨ ની એક બેઠક અગાઉ બિનહરીફ થતા ૨૭ બેઠક પર મતદાન થયું હતું. જેની મતગણતરી બાદ પરિણામ જાહેર થતા કોંગ્રેસના ફાળે ૫ બેઠક આવી હતી. જયારે અપક્ષને એક બેઠક મળી હતી. જ્યારે ૨૧ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય થયા હતા. આમ, કુલ ૨૮ બેઠકમાંથી ભાજપના ફાળે ૨૨ બેઠક મળી હતી. જો ગત ચૂંટણી વર્ષ ૨૦૧૮ના પરિણામ સાથે તુલના કરીએ તો વર્ષ ૨૦૧૮માં પારડી પાલિકામાં ભાજપને ૧૪ અને કોંગ્રેસને ૧૪ બેઠક મળી હતી. જ્યારે આ વર્ષે ૮ બેઠકનો વધારો થતા ભાજપને કુલ ૨૨ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસની બેઠક ૧૪ થી ઘટીને ૫ થઈ છે.
પારડી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ માં કુલ માન્ય ૭૦૦૮ મતમાંથી સૌથી વધુ મત ભાજપના ઉમેદવાર પ્રિયંકા સહીન પટેલને ૧૬૨૭ મત મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૨૭૬ મત કોંગ્રેસના સપના વિપુલ પાનવાલાને મળ્યા હતા. જ્યારે નોટામાં ૫ મત પડ્યા હતા. વોર્ડ નં. ૨ માં કુલ માન્ય ૫૫૨૫ મતમાંથી સૌથી વધુ મત ભાજપના ઉમેદવાર ફાલ્ગુની રાજન ભટ્ટ ને ૧૧૬૪ મત મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૬૬૪ મત કોંગ્રેસના શીલા સંજય પટેલને મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૨ મત પડ્યા હતા. વોર્ડ નં. ૩ માં કુલ માન્ય ૬૭૭૦ મતમાંથી સૌથી વધુ ૯૫૬ મત ભાજપના ઉમેદવાર ઉષા યોગેશ પટેલને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૩૪૬ મત અપક્ષ ઉમેદવાર રીટા રણજીત પ્રજાપતિને મળ્યા હતા. જ્યારે નોટામાં ૬ મત પડ્યા હતા. વોર્ડ નં. ૪ માં કુલ માન્ય ૭૪૧૪ મતમાંથી સૌથી વધુ મત કોંગ્રેસના ઉમેદવાર બિપીન મોહન પટેલને ૯૯૯ મત મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૪૮ મત અપક્ષ ઉમેદવાર પિનાકીન શૈલેષ રાણા (જોન)ને મળ્યા હતા. જ્યારે નોટામાં ૬ મત પડ્યા હતા. વોર્ડ નં. ૫ માં કુલ માન્ય ૯૧૭૨ મતમાંથી સૌથી વધુ મત ભાજપના ઉમેદવાર જિજ્ઞેશ રતિલાલ પટેલને ૧૫૯૦ મત મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૬૧૩ મત કોંગ્રેસના નીતા રાકેશ પટેલને મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૧ મત પડ્યા હતા. વોર્ડ નં. ૬ માં કુલ માન્ય ૮૫૪૩ મતમાંથી સૌથી વધુ મત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ છોટુ આહિરને ૧૨૮૮ મત મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૨૪૦ મત કોંગ્રેસના વિપુલ અમૃત પાનવાલાને મળ્યા હતા. જ્યારે નોટામાં ૩૪ મત પડ્યા હતા. વોર્ડ નં. ૭ માં કુલ માન્ય ૮૩૮૬ સૌથી વધુ મત ભાજપના ઉમેદવાર જયેશ ભરત પટેલને ૧૪૬૪ મત મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૫૮૯ મત કોંગ્રેસના સેમલ અરવિંદ પટેલને મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૩ મત પડ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે