વલસાડ પાલિકામાં 44માંથી 41 બેઠક ભાજપના ખોળે, જ્યારે બે બેઠક અપક્ષ અને એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ
વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તા. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયા બાદ આજે તા. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થતા વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં (ભારતીય જનતા પાર્ટી) ભાજપનો ભારે બહુમતી વિજય થયો હતો. આ સિવાય કપરાડા
વલસાડ


વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તા. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયા બાદ આજે તા. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થતા વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં (ભારતીય જનતા પાર્ટી) ભાજપનો ભારે બહુમતી વિજય થયો હતો. આ સિવાય કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ અને ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. જ્યારે ઉમરગામ તા.પં.ની અન્ય એક સરીગામ-2 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયો હતો.

વલસાડ નગરપાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠક અગાઉથી જ બિનહરીફ જાહેર થતા 37 બેઠક માટે મતદાન થયું હતું. આજે વલસાડની આવાબાઈ હાઈસ્કૂલના વાડિયા હોલમાં મતગણતરી હાથ ધરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર નૈમેષ દવેના નેતૃત્વમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી થઈ હતી. નિર્વિઘ્ને મતગણતરી સંપન્ન થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. વલસાડ પાલિકાની સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ 3097 મત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નં. 10ના ઉમેદવાર અમિષ બુધાભાઈ પટેલને મળ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande