મોડાસા, 18 ફેબ્રુઆરી (હિ.સ.). આ વિસ્તારમાં છેલ્લા 10 થી 12 દિવસ જેટલા સમયથી દીપડાના આંટાફેરા હોવાથી ખેડૂતો તથા સ્થાનિકોમો ભયનો માહોલ જોવા મળ્યો છે. ગત દિવસોમાં દીપડાએ વજાપુર માં બે બકરાનું મારણ કર્યું હતું ત્યારબાદ દાંતીયામાં પણ એક બકરાનું મારણ કર્યું હતું. ખોડંબા ખાતે ગાય ઉપર હિંસક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સતત દીપડાઈ આ વિસ્તારોમાં ધામા નાખી આંટાફેરા કરતો હોવાથી રાત્રિના સમયે ખેડૂતોને ખેતરમાં જવું મુશ્કેલી સાથે ભય લાગી રહ્યો છે વન વિભાગની જાણ કરાતા વન વિભાગ દ્વારા માત્ર પોઝરું મૂકી સંતોષ માન્યો છે વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ખેડૂતો તથા સ્થાનિકો મા રોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ