વડોદરા, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ગોત્રી યોગી નગરમાં રહેતો 36 વર્ષનો કૃણાલ દિલીપભાઇ પઢિયાર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેને પત્ની સાથે અણબનાવ થતા તેઓ અલગ રહેતા હતા અને છૂટાછેડાની કાર્યવાહી ચાલતી હતી. કૃણાલ એક યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. ગઇકાલે રાતે લગ્નમાં જવાના મુદ્દે કૃણાલ અને યુવતી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બંને અલગ - અલગ રૃમમાં જઇને સૂઇ ગયા હતા. સવારે યુવતી ઉઠી ત્યારે કૃણાલે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે