ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કૉલેજ ખાતે ‘કાનૂની ક્ષેત્રમાં ઉભરતી તકો અને તેના વલણો’ વિષય પર એલ્યુમિની એક્સપર્ટ સેશન યોજાયું.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બીજનેસ ઍડમીનીસ્ટ્રેશનના ભૂતપુર્વ વિદ્યાર્થી ધ્રુવીન દવે કે જેઓ ગાંધીનગર જિલ્લા ન્યાયાલયમાં વકીલ તરીકે સેવારત છે. તેઓને એલ્યુમિની એક્સપર્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્ર્મમાં કૉલેજનાં આચાર્ય ડૉ.રમાકાંત પૃષ્ટિ ઉપસ્થિત રહ્યા હતા. અને તજજ્ઞ વક્તા અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીને આવકાર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષય પર આયોજિત આજના વર્કશૉપમાં મેળવેલ માહિતી અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમજ સર્વ વિદ્યાલય કેળવણી મંડળનાં વિકાસમાં પણ ભૂતપુર્વ વિદ્યાર્થીઓનો સિંહફાળો છે તેમ જણાવ્યું હતું. કૉલેજનાં ઉપાચાર્ય અને ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટીના હેડ ડૉ. જયેશ તન્નાએ અલ્યૂમિની ઍક્સપર્ટ લેક્ચર્સના આયોજન બાબતે રૂપરેખા આપી હતી. તજજ્ઞ વક્તાએ કાનૂની ક્ષેત્રના ઇતિહાસ તેમજ તેના અસ્તિત્વ અને તેમ સમયાંતરે આવેલ ફેરફાર તેમજ ગ્રાહક સુરક્ષા કાયદો,કરાર કાયદો, માલ વેચાણ કાયદો તેમના દ્વારા આપવામાં આવેલી વિગતવાર સમજ આપી હતી. કાર્યક્રમમાં પ્રથમ વર્ષના કુલ 130 વિદ્યાર્થીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કૉલેજ તરફથી આચાર્ય ડૉ. રમાકાંત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય તેમજ પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટીના હેડ ડૉ. જયેશ તન્ના અને ડૉ. આશિષ ભૂવા અને સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ