સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતમાં કોઇપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લીનીક/ દવાખાનાઓ ખોલી લોકોના જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોકટરોને શોધી કાઢી ક્લીનીકો/દવાખાનાઓ ઉપર રેઇડ કરવામાં આવી રહી છે. ત્યારે બાતમીના આધારે ભેસ્તાનના જય અંબેનગર તથા જમનાનગરમાં ડિગ્રી વગરના ડોકટર બની ક્લીનીક ચલાવતા ઇસમોને શોધી કાઢવા રેઈડ કરવામાં આવી હતી.
પોલીસે ડમી પેશન્ટો મોકલી ખાત્રી તપાસ કરાવતા હકીકત સત્ય જણાઈ હતી. આ સ્થળોએ રેઇડ કરવા માટે પોલીસ સબ ઇન્સસ્પેકટર એસ.જી.ચૌહાણ નાઓની આગેવાની હેઠળ પોલીસ માણસો તથા પંચો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પાંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાાં ચેકીંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી જ તબીબોને ચેક કરતા તેમાથી એક બોગસ તબીબ દ્વારા ક્લીનીક ખોલી હતી. બોગસ ડોક્ટરના ક્લીનીકમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઇન્સજેક્શન, સિરપ મોબાઇલ નંગ-01 મળી કુલ્લે 71326 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે