મોડાસા, 18 ફેબ્રુઆરી (હિ.સ.) હિંમતનગરમાં ધર્મના મુસ્લિમ અને હિન્દુ બે ધર્મના ભાઈઓએ હિન્દુ પરિવારમાં મામેરું ભરી મામાની ફરજ નિભાવતા કોમી એકતા અને સૌહાર્દનો અનુભવ થયો હતો. જેને લઈને ધોબી સમાજ પુલકિત થઈ ઉઠ્યો હતો અને બંને મામેરા ભરનાર મામાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિંમતનગરમાં એક લગ્નમાં બે મામેરા ભરાયા હતા. જેમાં એક મામેરું મુસ્લિમ ભાઈએ ભર્યું હતું જેને લઈને કોમી એકતા જોવા મળી હતી.જેને લઈને ધોબી સમાજ દ્વારા બંને મામેરા ભરનારાઓનો આભાર વ્યક્ત કરાયો હતો. હિંમતનગર શહેરમાં સંજયભાઈ શાંતિલાલ ધોબીને ત્યાં લગ્ન પ્રસંગમાં ધર્મના બે ભાઈઓ એક ફકીર મહંમદ નૂરમહંમદ મેમણ અને બીજા વિકાસભાઈ ડાયાભાઈ પ્રજાપતિ એમ બે મામાઓ તરફથી મામેરુ ભરાયું હતું. જેમાં બંનેએ ભરેલા મામેરામાં સોનાના દાગીના તથા એક લાખ રૂપિયા રોકડા તેઓને આપવામાં આવ્યા હતા.મુસ્લિમ સમાજ દ્વારા મામેરું ભરાતાં કોમી એકતાના દર્શન થયા હતા. ઘટનાએ શહેરીજનોમાં પણ ખુશી પ્રસરી ગઈ હતી. ધોબી સમાજ તરફથી મામેરા ભરનાર બંને મામાનો આભાર વ્યક્ત કરાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ