ધરમપુર પાલિકાની ચૂંટણીમાં 24માંથી 20 બેઠક પર ભાજપનો વિજય, 4 બેઠક અપક્ષના ફાળે
વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ધરમપુર મામલતદાર કચેરીના ત્રીજા માળે મતગણતરી હાથ ધરાતા કુલ ૬ વોર્ડમાં ૨૪ બેઠકો પૈકી ૨૦ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો જ્યારે ચાર બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીન
ધરમપુર પાલિકાની ચૂંટણીમાં 24માંથી 20 બેઠક પર ભાજપનો વિજય, 4 બેઠક અપક્ષના ફાળે


વલસાડ, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ધરમપુર મામલતદાર કચેરીના ત્રીજા માળે મતગણતરી હાથ ધરાતા કુલ ૬ વોર્ડમાં ૨૪ બેઠકો પૈકી ૨૦ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો જ્યારે ચાર બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી.

ધરમપુર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી અમિત ચૌધરીની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાઈ હતી.

વોર્ડ ન. ૧ માં કુલ ૯૩૦૨ મતમાંથી સૌથી વધુ ૧૪૦૮ મત અપક્ષ વિજેતા ઉમેદવાર ડાહ્યાભાઈ નગીનભાઈ પટેલને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૨૩૩ મત આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ગીતા મુકેશ નાયકાને મળ્યા હતા. જ્યારે નોટામાં ૭ મત પડ્યા હતા. વોર્ડ નં. ૨ માં કુલ ૧૦૬૮૦ મતમાંથી સૌથી વધુ ૨૩૧૬ મત ભાજપના વિજેતા ઉમેદવાર નરેશ રસિક પટેલને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૮૨ મત આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર જાલાભાઈ રઘુભાઈ આહિરને મળ્યા હતા. જયારે નોટામાં ૧૧ મત પડયા હતા. વોર્ડ ન.૩ માં કુલ ૬૯૮૫ માંથી સૌથી વધુ ૧૩૧૩ મત ભાજપના વિજેતા ઉમેદવાર ફહદબીન સબ્બીર બાહનાનને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૬૨૨ મત આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવાર ધર્મિષ્ઠા નિતીન વળવીને મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૮ મત પડ્યા હતા. વોર્ડ ન.૪ માં કુલ માન્ય મત ૬૨૧૮માંથી સૌથી વધુ ૧૨૮૮ મત ભાજપના વિજેતા ઉમેદવાર ઉર્મિલા ધનેશ ભોયાને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૨૭૮ મત કોંગ્રેસના ઉમેદવાર લિપ્સાકુમારી અજીત ગરાસિયાને મળ્યા હતા. જ્યારે નોટામાં ૨૩ મત પડ્યા હતા. વોર્ડ ન.૫ માં કુલ ૮૮૧૮મતમાંથી સૌથી વધુ ૧૭૫૬ મત ભાજપના વિજેતા ઉમેદવાર જિજ્ઞેશ મોહન પટેલને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૪૮૭ મત કોંગ્રેસના ઉમેદવાર શકુંતલા મહેન્દ્ર પટેલને મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૧ મત પડ્યા હતા.વોર્ડ ન.૬ માં કુલ માન્ય મત ૮૨૦૦માંથી સૌથી વધુ ૧૪૯૯ મત ભાજપના વિજેતા ઉમેદવાર અનિતા રાજેશ ચૌધરીને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૫૮૯ મત કોંગ્રેસના ઉમેદવાર હિના વિપુલ પટેલને મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૨ મત પડ્યા હતા.

ધરમપુર પાલિકાની ગત ટર્મ ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ધરમપુર પાલિકામાં કુલ ૨૪ બેઠકમાંથી ૧૪ બેઠક ભાજપને મળી હતી જ્યારે ૧૦ બેઠક કોંગ્રેસને મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં ૨૦ બેઠક ભાજપને ફાળે જતા ૬ બેઠકનો વધારો થયો હતો જ્યારે કોંગ્રેસના ફાળે એક પણ બેઠક આવી ન હતી પરંતુ અપક્ષ ઉમેદવારોએ ૪ બેઠક મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande