અંબાજી,18 ફેબ્રુઆરી (હિ. સ). માનવ વન્યપ્રાણીઓના સંઘર્ષ સમસ્યા નિવારણમાં જાગૃતિ લાવવા ગ્રામ્ય સ્તરે લોકોને સંસ્થાઓને વનવિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગ હેઠળની દાંતા પશ્વિમ રેન્જ ખાતે કાર્યક્ષેત્રના વિવિધ ગામના લોકો સાથે તાલીમનું આયોજન કરાયું હતું. દાંતાના પાણુંન્દ્રા, વડુસણ, અહેડો, કાંસા, વાઘડાચા, કણબીયાવાસ, વશી દીવડી, નવાવાસ, નાગેલ, દાંતા, આંબાઘાંટા, માળ, ચોરી, શિયાવાડા, પી.વાવ, હરિવાવ વગેરે ગામોના FDA, EDC, JFMC મંડળીના સભ્યો તેમજ ગામના આગેવાનો અને અન્ય વન્યપ્રાણીઓ પ્રત્યે રસ દાખવતા લોકોને તાલીમ અપાઈ હતી. ઉપસ્થિત લોકોને ઉદય વોરા, ભાવસે, નિવૃત મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર, શ્રી ટી.એલ.પટેલ નિવૃત ના.વ.સં.શ્રી, ગાંધીનગર, જે.જી.મોદી મદદનીશ વન સંરક્ષક, અંબાજી સબ ડિવીઝન તેમજ વી.એલ.ચૌધરી પરિક્ષેત્ર વન અધિકારી દાંતા પશ્વિમની ઉપસ્થિતિમાં તાલીમનું આયોજન કરાયું હતું. લોકોને વન્યપ્રાણીઓના સંઘર્ષની સમસ્યા નિવારણ સારૂ વાઇલ્ડ એનીમલ બિહેવીયેર અને ઘર્ષણ અટકાવવાના ઉપાયો વિશે વિસ્તૃત સમજ અપાઇ હતી. આ સાથે ઇકો સેન્સેટીવ ઝોનની પ્રતિબંધિત અને પ્રમોટીવ એક્ટીવીટી તેમજ ઇકો ટુરીઝમ અને વન વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓ અને વન્ય હિંસક પ્રાણીઓના હુમલાથી થતા નુકશાન અંગે વળતર અને જોગવાઇની પ્રકિયાની વિગતવાર માહિતી અપાઈ હતી. આ સાથે તાલીમર્થીઓને PERG યોજના હેઠળ કીટનું વિતરણ કરાયું હતું.
અહી નોંધનીય છે કે, PERG યોજના અંતર્ગત માનવ-વન્યજીવન સંઘર્ષ સામે સકારાત્મક પગલાં લેવા માટે ક્ષમતા વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ પ્રયાસો દ્વારા સ્થાનિક સમુદાયો, ખેડુતો અને વન વિભાગોને સુસજ્જ બનાવી શકાય જેથી તેઓ વન્યજીવન સાથે સુમેળભર્યું વાતાવરણ ઊભું કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ