ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) :
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- 2025 અંતર્ગત ગાંધીનગર જિલ્લાની વિવિધ 60 બેઠકોના ચૂંટણીના પરિણામ જાહેર થયા છે.
જે પૈકી ગાંધીનગર તાલુકા પંચાયત 28 બેઠકો માંથી 20 ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 08 પર કોંગ્રેસે જીત મેળવી છે. તે જ રીતે માણસા નગરપાલિકાની 28 બેઠકમાંથી 27 પર ભાજપે જીત હાંસલ કરી છે,અને માણસા વોર્ડનં- 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. હાલીસા , આમજા બેઠક અને કલોલ નગરપાલિકા વોર્ડ નંબર- 04, આ ત્રણેય પેટા બેઠકો પર ભાજપની જીત થાય છે. જ્યારે લવાડ ખાતે કોંગ્રેસની જીત થઈ છે. આમ ગાંધીનગર જિલ્લાની વિવિધ 60 બેઠકો માંથી 50 બેઠકો પર ભાજપ તથા 10 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ