ગીર સોમનાથ ઉનાની સ્વામિનારાયણ હોસ્પિટલના ડૉ. હાર્દિક અને ડૉ.કિંજલ કપોપરા બન્યા ‘નિક્ષય મિત્ર’
•24 ટી.બી.ના દર્દીઓને દત્તક લઈ ૬ મહિના સુધીની રાશનકીટ વિતરણ કરાઇ ગીર સોમનાથ 18 ફેબ્રુઆરી (હિ.સ.). ગીર સોમનાથ તા.૧૮: ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમન
ગીર સોમનાથ ઉનાની સ્વામિનારાયણ હોસ્પિટલના ડૉ. હાર્દિક અને ડૉ.કિંજલ કપોપરા બન્યા ‘નિક્ષય મિત્ર’


•24 ટી.બી.ના દર્દીઓને દત્તક લઈ ૬ મહિના સુધીની રાશનકીટ વિતરણ કરાઇ

ગીર સોમનાથ 18 ફેબ્રુઆરી (હિ.સ.). ગીર સોમનાથ તા.૧૮: ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિક્ષય મિત્ર (દાતાઓ) દ્વારા ટી.બી.ના દર્દીઓને દત્તક લઇ ૬ મહિના સુધી રાશનકીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાને પણ ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ઉના તાલુકાની સ્વામિનારાયણ હોસ્પિટલના ડૉ. હાર્દિક કપોપરા અને ડૉ.કિંજલ કપોપરા દ્વારા નિક્ષય મિત્ર બની ટી.બી.ના ૨૪ દર્દીઓને દત્તક લઈ ૬ મહિના સુધી ચાલે તેટલી રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ટી.બી.ની સારવારમાં સફળતા મેળવવા દવાના ફુલ કોર્સ સાથે પોષણ ચાવીરૂપ છે. તેમણે તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જિલ્લાને ટી.બી. મુક્ત બનાવવા માટે યથાશક્તિ યોગદાન માટે આગળ આવે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande