KSVના કોમ્પ્યુટર વિભાગ દ્વારા લા-કંમ્પાસ 2025 યોજાયો
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગર સેકટર-15માં આવેલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન શ્રી માણેકલાલ એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સીસ એન્ડ રિસર્ચના MScIT વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ‘લા-કંમ્પાસ 2025’નુ
લા-કંમ્પાસ 2025


લા-કંમ્પાસ 2025


ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) :

ગાંધીનગર સેકટર-15માં આવેલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન શ્રી માણેકલાલ એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સીસ એન્ડ રિસર્ચના MScIT વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ‘લા-કંમ્પાસ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત લા-કમ્પાસનું ઉદઘાટન વિભાગના ડીન ડૉ. રૂપેશ વ્યાસ, વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. ભદ્રેશ પંડ્યા, ડૉ. વિજય ચાવડા સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટેકનિકલ ઈવેન્ટમાં સાયબર સિક્યોરીટી, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, મશીન લર્નિંગ તથા કલાઉડ કોમ્યુટિંગ જેવા વિષયો ઉપર સેમિનાર તથા વર્કશોપ યોજવામાં આવ્યાં હતાં. આ સેમિનારમાં વિરલ પરમાર, ધર્મેન્દ્ર શાહ, દેબબ્રતા સ્વૈન સહિત તજજ્ઞ ઉપસ્થિત રહીને આવનાર સમયમાં એ.આઈ. જેવી નવી ટેકનોલોજી સાથે કેવી રીતે તાલમેલ મેળવી શકાય. આ સાથોસાથ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ સેમિનાર તથા વિવિધ સ્પર્ધાઓની ઉપયોગીતા વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતાં.

આ સાથે વિદ્યાર્થીઓના ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે કોમ્પ્યુટર ડિ-કોર્ડિંગ તથા નેટવર્ક ગેમિંગ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત ‘લા-કંમ્પાસ 2025’માં ગુજરાતની 27 કોલેજમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્થાવતી ઉપસ્થિત તમામ કોલેજોના વિજેતા તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande