પોરબંદર, 18 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લામા આજે અનેક સળગતા પ્રશ્ન છે.જેમા નવાઉદ્યોગો, રોજગારી, રખડતાં ઢોર, પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા અભાવ જેવા મુદાઓ તો છે સાથે હવે પોરબંદર એરપોર્ટનો મુદો જોડાયો છે. પોરબંદરમાં પોરબંદર મુંબઇ -પોરબંદર દિલ્હીની ફલાઈટો બંધ થતા પ્રવાસીઓ અને મેડીકલ ઈમરજન્સી માટે જતા દર્દીઓને તથા વેપારીઓને મુશ્કેલી થઈ રહી છે. પોરબંદરનુ એરપોર્ટ હવે માત્ર વીવીઆઇપીના પ્રાઇવેટ પ્લેન તેમજ નેતાઓના પ્રાઇવેટ પ્લેન માટે બની ગયો છ. સતા પક્ષના નેતાઓ પોરબંદરમાં ઉદ્યોગ લાવવાની વાત કરે છે સાથે હવે પોરબંદર એરપોર્ટની ફલાઇટો શરૂ વાતો લાંબા સમયથી થઇ રહી છે બે વર્ષ જેવો સમય થયો છે છતાં હજુ પોરબંદર એરપોર્ટની ફલાઇટો શરુ થઇ નથી. થોડા સમયે પહેલા ફલાઇટ શરૂ થવાની વાતો થઈ હતી છતાં વાતો માત્ર વાતો રહી કે ફલાઇટો શરૂ થશે ખરા તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya