•દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં નઢેલાવ ગામેં ઘટના
અમદાવાદ, 18 ફેબ્રુઆરી (હિ.સ.). દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામેં વારંમવાર દીપડાના હુમલામાં ગામમાં ભયનો માહોલ ઉભો છે.અને વારંમવાર હુમલો કરનાર દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી ગ્રામ જનોની માંગ ઉઠવા પામી છે.
જેમાં આજરોજ મંગળવાર 12 કલ્લાકની આસપાસ નઢેલાવ ગામના બહારના કુવા ફળીયાંમાં રહેતી રતુંબેન તેરા ભાઈ ભાભોર જે 12 કલ્લાકની આસપાસ ખેતર નજીક આવેલ કુવામાં પાણી ભરવા ગયા હતા.ત્યારે જંગલ વિસ્તાર છોડી રહેણાકં વિસ્તાર માં આવી ગયેલ દીપડાએ રતુંબેન તેરા ભાઈ ભાભોર પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.દીપડાના હુંમલાથી રતુંબેન એ બુમાબુમ કરતા ગ્રામ જનો પરિવાર જનો સ્થળ પર દોડી આવી દીપડાને સ્થળ પરથી ભગાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને દાહોદના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલ મહિલાની હાલત નાજુક છે.અવાર નવાર થતા હુમલાંથી ગ્રામ જનોમાં ભય ઊભો થયો છે.જેથી વન વિભાગ કોઈ નું જીવ જાય એ પહેલા દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી ગ્રામં જનોની માંગ ઉઠવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય