• હિન્દી ભાષી યુવકોએ કેશબારી પર ઉભા રહી રેકી કરી હોવાનો આક્ષેપ
મોડાસા,18 ફેબ્રુઆરી (હિ.સ.). ભિલોડામાં આવેલી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંક માં બે હિન્દી ભાષા બોલતાં યુવાનો કેશબારી ઉપર આમતેમ નજર નાખી રેકી કરતા હતા. ત્યારે મેનેજરે સીસીટીવી કેમેરા ના આધારે બંને શકમંદ યુવાનોને પોલીસ હવાલે કરાયા હતા.
ભિલોડાની સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકમાં બપોરના 12 વાગ્યાના સુમારે ત્રણેક યુવાનો બેંકમાં પ્રવેશ્યા હતા અને બેંકમાં અરજદારોની ભીડ હોવાથી કેશબારી પાસે બે યુવાનો ઉભા રહી રેકી કરતા હતા. ત્યારે મેનેજર મહેશભાઈ પ્રજાપતિએ સીસીટીવીમાં જોતાં યુવાનો આમતેમ નજર નાખી રેકી કરતાં હોવાનું જણાતાં બંને શકમંદ યુવાનોને પોતાની ચેમ્બરમાં બોલાવી પૂછપરછ હાથ ધરી હતી.એક યુવાન ત્યાંથી બહાર નીકળી ગયો હતો. બે યુવાનો શકમંદ જણાતાં ભિલોડા પોલીસને જાણ કરી બંને યુવાનોને પોલીસ હવાલે કર્યા હતા. સાબરકાંઠા મધ્યસ્થ બેંકમાં અરજદારોની ભારે ભીડ રહે છે પરંતુ કોઈ ગાર્ડ ન હોવાથી ખેડૂત અરજદારોને ક્યારેક પોતાના પૈસા ખોવાનો વારો આવ્યો છે. ખેડૂત અરજદારોની માંગ છે કે બેંકમાં બંદૂક ધારી ગાર્ડ રાખવામાં આવે તો નાણાંની ચોરી થતાં અટકે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ