સુરતના માંડવીમાં બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કર, 4 લોકોના મોત
સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક મધરાત્રે અકસ્માતની ઘટના બની હતી. પિક અપ અને ફ્લાય એસ (રાખ) ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 16 ને ઇજા પહોંચી હતી. જે પેકી મૃત્યુ આંક 4 થયો છે. તમામ લોકો સોનગ
Accident


સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામ નજીક મધરાત્રે અકસ્માતની ઘટના બની હતી. પિક અપ અને ફ્લાય એસ (રાખ) ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 16 ને ઇજા પહોંચી હતી. જે પેકી મૃત્યુ આંક 4 થયો છે. તમામ લોકો સોનગઢના નીંદવાળા ગામના રહેવાસી છે. ઉમરપાડાના ઉમરગોટ ગામે લગ્નમાંથી પરત આવતા અકસ્માત થયો હતો. વધુ 3 ને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયાં છે. જ્યારે અન્ય વ્યક્તિઓને માંડવી રેફરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, તમામ મૃતકો તાપી જિલ્લાના વતની છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande