વલસાડ, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ જિલ્લાના કપરાડાના રોહીયાળ તલાટ ગામમાં ગોઝારી ઘટના બની છે. પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત થયા છે જયારે રીક્ષાચાલકનો બચાવ થયો છે.
વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ 2 રીક્ષામાં ફરવા ગયા હતા. દરમિયાન નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ અને 1 રીક્ષા ચાલક ડૂબ્યા હતા. સ્થાનિકોએ ડૂબી ગયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા. આ દુર્ઘટનામાં 4 વિદ્યાર્થીઓનું મોત થયું છે જયારે રિક્ષાચાલકનો બચાવ થયો છે.
બનાવ બાદ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એક સાથે 4 વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. મૃતકોના નામ: ધનંજય લીલાધર ભોંગરે, આલોક પ્રદીપ શાહે, અનિકેલ સંજીવ સીંગ, લક્ષ્મણપુરી અનિલપુરી ગોસ્વામી
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે