પોરબંદરમાં રહેણાંક મકાનમાં દીપડો ઘુસિયો
પોરબંદર, 19 ફેબ્રુઆરી (હિ.સ.). સામાન્ય રીતે બંધ મકાનમાં ચોર ઘુસી જતા હોય છે. પરંતુ પોરબંદરમાં બંધ મકાનમાં દીપડો ઘુસી જતાં ભારે ચર્ચા જોવા મળી હતી પોરબંદર શહેરી વિસ્તારમાં દીપડા આંટાફેરા શરૂ થયા છે. રાજમહેલ નજીક એક રહેણાંક મકાનમાં પરિવાર ગાંધીનગર હતો
A leopard entered a residential building in Porbandar.


A leopard entered a residential building in Porbandar.


પોરબંદર, 19 ફેબ્રુઆરી (હિ.સ.). સામાન્ય રીતે બંધ મકાનમાં ચોર ઘુસી જતા હોય છે. પરંતુ પોરબંદરમાં બંધ મકાનમાં દીપડો ઘુસી જતાં ભારે ચર્ચા જોવા મળી હતી પોરબંદર શહેરી વિસ્તારમાં દીપડા આંટાફેરા શરૂ થયા છે. રાજમહેલ નજીક એક રહેણાંક મકાનમાં પરિવાર ગાંધીનગર હતો ત્યારે દીપડો ઘરમાં ઘુસ્યો હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજમહેલ નજીક રહેતાં પ્રકાશભાઇ અટારાએ જણાવ્યુ હતુ કે, તેઓ પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી પરત ફરતા નજીક રહેત વ્યકિત જણાવ્યુ કે, દીપડો આપણા વિસ્તારમાં દેખાયો હતો જેથી ઘરમાં રહેલા સીસીટીવી જોતા જાણવા મળ્યુ કે, દીપડો રસ્તા પર નહી ઘર અંદર આંટફેરા કરતો સીસીટીવી દેખાતા પરિવાર જનો ચોકી ઉઠયા હતા બાદમા વનવિભાગને જાણ કરવામાં આવતા પોરબંદર વનવિભાગની ટીમે સ્થળ નિરક્ષણ કર્યુ હતુ તેમ પ્રકાશભાઈ અટારાએ જણાવ્યુ હતુ તો અત્રે નોંધનીય છે કે પોરબંદરમા ફરીએકવાર દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યાં છે થોડા મહિના પહેલા દીપડા પોરબંદરના દરીયાઈ મહેલ નજીક ધામા લાંબા સમય સુધી નાખ્યા હતા અને ને અનેક પશુઓના શિકાર કર્યા હતા ત્યારે પોરબંદર વનવિભાગ વહેલી તકે દીપડાને પાંજરે પુરે તેવી લોક લાગણી ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande