નર્મદા જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 23કેન્દ્રો ખાતે 478 બ્લોકમાં કુલ-13,016 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
•શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડ પરીક્ષાની પૂર્વતૈયારીઓ અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ •નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી અને પરીક્ષા સમિતિના સભ્યો કલેકટર કચેરીના વીડિ
નર્મદા જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 23કેન્દ્રો ખાતે 478 બ્લોકમાં કુલ-13,016 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


•શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડ પરીક્ષાની પૂર્વતૈયારીઓ અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

•નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી અને પરીક્ષા સમિતિના સભ્યો કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા

અમદાવાદ, 19 ફેબ્રુઆરી (હિ.સ.). રાજપીપલા, ગુજરાત સરકારના શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાની પૂર્વતૈયારીઓ અને આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લા સેવા સદનથી ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ,

જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા.

આગામી તા.૨૭મી ફેબ્રુ.થી બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થશે, જે સંદર્ભે પરીક્ષાઓના રાજ્યવ્યાપી આયોજન અને તૈયારી અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર-

ગાંધીનગર ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશકુમાર દ્વારા આયોજનની

સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, હોલ ટિકિટ પાછળ વિદ્યાર્થી હેલ્પલાઈન નંબર, પરીક્ષા કંટ્રોલરૂમ, જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેવું આયોજન કરવા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજવા માર્ગદર્શન આપ્યુ હતું. નોંધનીય છે કે, નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૮૫૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૨૮ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૧૩ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩૪૯૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૧૪ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે ૯૭૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે ૪૩ બિલ્ડીંગમાં ૪૭૮ બ્લોક નક્કી કરાયા છે. આમ નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે ૪૭૮ બ્લોકમાં કુલ-૧૩,૦૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વિડિઓ કોન્ફરન્સમાં શિક્ષણ નિરીક્ષકો, પોલીસ, આરોગ્ય, માહિતી, શાળા સંચાલક મંડળ,માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande