*નાણાં રોકનારા યુવકનું મોત થતાં તેની પતિ નાણાં પરત લેવા ગઈ ત્યારે બંને જણાએ ધાક ધમકી આપતાં પોલીસ મથકે ફરિયાદ
અંબાજી,19 ફેબ્રુઆરી (હિ. સ) શક્તિ પીઠ અંબાજીમાં રહેતા યુવકને તેના બે મિત્રોએ ખાનગી કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહી રૂપિયા ૨૨ લાખનું રોકાણ કરાવ્યું હતુ. જોકે, તેની સાથે છેતરપીડી આચરવામાં આવી હતી. દરમિયાન યુવકનું કુદરતી રીતે મોત થયું હતુ. જે બાદ તેની પતિ નાણાં પરત લેવા જતાં બંને શખ્સોએ ધાકધમકી આપી હતી. આ અંગે તેણીએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અંબાજીમાં રહેતા સિધ્ધાર્થસિંહ પ્રવિણસિંહ રાણાને તેમના બે મિત્રો મેહુલભાઈ ભરતભાઈ મહેતા અને રિન્કુકુમાર શાંતિલાલ જોષીએ વિશ્વાસમાં લીધા હતા. અને બેબી મેની પોકો પેન્ટ કંપનીની એજન્સી તેમજ ભાગીદારી માટે રૂપિયા 50 લાખ આપવાનું કહ્યુ હતુ. જેમણે સિધ્ધાર્થ સિંહના નામે હારીજમાં દુકાન લઇ તા. 3,0જુલાઇ 2023 ના દિવસે હિંમતનગરની ફાઇનાન્સમાંથી રૂપિયા 23 લાખની લોન કરી હતી. જેમાંથી જુદાજુદા સમયે રૂપિયા 22 લાખ બંને જણાએ લીધા હતા. જેમાંથી દોઢેક લાખનો સામાન અપાવ્યો હતો. જોકે, બેંકના હપ્તા ન ભરાતા હોઈ નોટિસ આવી હતી. જે દરમિયાન 1 નવેમ્બર 2024 ના દિવસે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિધ્ધાર્થ સિંહનું નિધન થયું હતુ. જે બાદ તેમના પતિ ક્રિષ્નાબેન નાણાં પરત લેવા જતાં બંને શખ્સોએ ધાક ધમકી આપી હતી. આ અંગે તેણીએ બંને સામે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ