તાબદા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે મહત્વપૂર્ણ તાલીમ સત્ર યોજાયો
રાજપીપલા, 19 ફેબ્રુઆરી (હિ.સ.). દેડિયાપાડા તાલુકાના તાબદા ગ્રામ પંચાયત હેઠળ 18 ફેબ્રુઆરી, 2025 ના રોજ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી હતી. ટેક્નિકલ માસ્ટર ટ્રેનર તરીકે યોગેશ વસાવા અને ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે નીતાબેન વસાવા દ્
તાબદા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે મહત્વપૂર્ણ તાલીમ સત્ર યોજાયો


રાજપીપલા, 19 ફેબ્રુઆરી (હિ.સ.). દેડિયાપાડા તાલુકાના તાબદા ગ્રામ પંચાયત હેઠળ 18 ફેબ્રુઆરી, 2025 ના રોજ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી હતી. ટેક્નિકલ માસ્ટર ટ્રેનર તરીકે યોગેશ વસાવા અને ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે નીતાબેન વસાવા દ્વારા તાલીમ સત્રમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ, પ્રાકૃતિક તત્વોથી નિર્મિત ખાતર બનાવવાની પદ્ધતિ સહિત તકનિકી બાબતો વિશે ઝીણવટપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. વધુમાં રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓમાં થતો ખર્ચ અને “ઉત્પાદનમાં ઘટ” ખેડૂતોને દેવા તરફ લઈ જાય છે, તો બીજી તરફ પ્રાકૃતિક ખેતીમાં આ તમામ ખર્ચની બચત તો થાય જ છે, પરંતુ ઉત્પાદન પણ ગુણવત્તાયુક્ત મળે છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદનની બજાર માંગ વધતા વેચાણ અને આવકના કારણે ખેડૂતો આર્થિક રીતે સશક્ત બને છે. જે અંગે શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી માટે શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande