વડોદરા, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરા સી.બી.આઇની ટીમ દ્વારા રેલવે ઓફિસમાં તપાસ હાથ ધરવામા આવી હતી. રેલવેમાં પ્રમોશન અને સિલેક્શનમાં ગંભીર ગેરરીતિઓ જણાતા ડી.આર.એમ ઓફિસના બે ઑફિસર અને બે કર્મચારીઓના ઓફિસ અને ઘરમાં તપાસ કરાઈ હતી. સમગ્ર મામલે 4 અધિકારીઓની ધરપકડ કરવામા આવી છે. જેમાં અંકુર વસન, ડિવિઝન પર્સનલ ઑફિસર, સંજય તિવારી ડેપ્યુટી COM, વેસ્ટર્ન રેલવે, નીરજ સિંહાનો સમાવેશ થાય છે.
વડોદરામાં CBI દ્વારા પ્રમોશન અને સિલેક્શનમાં ગંભીરી ગેરરીતિઓની જાણ થતાં સંબંધિત અધિકારીઓના ઘરે તેમજ ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 4 રેલવે અધિકારીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આમાં અનેક મોટા માથાઓના નામ ખુલે તેવી સંભાવના છે
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે