સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.). સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળની એક અગત્યની મીટીંગ મોહમદ ઈકબાલ શેખના પ્રમુખ સ્થાને મળી હતી.જે મિટિંગમાં સુરત મહાનગરપાલિકા માન્ય મંડળના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે પડતર પ્રશ્નો છે તેનું લાંબા સમયથી નિરાકરણ આવતું નથી.જેથી આગામી તારીખ 24/2/2025 ને સોમવારના રોજ બપોર પછીની અડધા દિવસની સામૂહિક રજા. સી .એલ.મુકવાનું નક્કી કરવામાં આવ્યો હતું.તેમ જ તે જ દિવસે બપોરે ત્રણ કલાકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ચોક બજાર,સુરત ખાતેથી સુરત મહાનગરપાલિકા કર્મચારી સંઘર્ષ મહારેલી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીની પ્રતિમાથી શરૂ થઈને આ મહારેલી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે આવશે.જ્યાં કમિશનર શ્રી ને આવેદનપત્ર આપી પડતર માંગણીઓનું તાકીદે નિરાકરણ કરવા માટે ચર્ચા કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય