પોરબંદર, 19 ફેબ્રુઆરી (હિ.સ.). ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુ થી, વર્ષ 2024-25માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે. ભારત સરકારએ વર્ષ 2024-25 માટે ચણા પાક માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટ્સ અને રાયડાની પાક માટે રૂ.550 પ્રતિ ક્વિન્ટ્રલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે અંતર્ગત પોરબંદર જિલ્લાના ચણા અને રાયડો પકવતાં અને ટેકાના ભાવે વેચાણ કરવા માગતાં ખેડુત ભાઈઓએ તા. 18/02/205 થી તા.09/03/2025 (દિન-20) સુધી ખેડૂતોની ગ્રામ્રકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.પોરબંદર જિલ્લાના તમામ તાલુકાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.18/02/2025 થી તા.09/03/2025(દિન-20) સુધી ખેડૂતોની ગ્રાકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. તેમજ વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તા.14/03/2025ના રોજથી કરવાનું સુચિત છે. અને રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડા પાકની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકારએ તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.અને જીલ્લાના ચણા અને રાયડો પકવતાં ખેડુતભાઈઓએ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya