પોરબંદર, 19 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર માં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિનો 24મો સમૂહ લગ્નોત્સવ પોરબંદર ખાતે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં કુલ 28 જેટલા નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદરની બહેનો દ્વારા રેલાવવામાં આવેલ પ્રાચીન લગ્નગીતોની સુરાવલીઓ વચ્ચે આ સમગ્ર લગ્નની વિધિ સાંદિપની વિદ્યાનિકેતનના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં લગ્નજીવનની માંગલ્યતાનો મર્મ સમજાવી આ પવિત્ર દિવસે લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવ દંપતીઓને હૃદયપૂર્વકના આશીર્વાદ પાઠવી તેઓના શુભ લગ્નજીવનની કામના વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના તમામ વિભાગોના કાર્યો વિશેની વિગતવાર માહિતી પણ તેઓએ તેમના વ્યક્તવ્યમાં રજુ કરી હતી. સમુહ લગ્નના ખર્ચ અંગેની આવક જાવકની વિગત સંસ્થાના ખજાનચી આલાભાઈ ઓડેદરા દ્વારા રજુ કરવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડિયા (યુ.એસ.એ.), આલાભાઈ ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર, નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા, કારાભાઈ કેશવાલા, અરશીભાઈ ખુંટી, સામતભાઈ ઓડેદરા, મસરીજીભાઈ ઓડેદરા, અરજનભાઈ બાપોદરા, દેવાભાઈ ભૂતિયા, ખીમભાઈ રાણાવાયા, દેવાભાઈ ઓડેદરા ભોજાભાઈ આગઠ, કેશુભાઈ ખુંટી, પૃથ્વીપાલભાઈ વિસાણા, પોપટભાઈ કેશવાલા, કેશુભાઈ વાઢેર, નાગાજણભાઈ ઓડેદરા, ડો. જીતેનભાઈ વાઢેર, જયેન્દ્રભાઈ ખુંટી, રાજુજીભાઈ ઓડેદરા, ભાવેશજીભાઈ ઓડેદરા, રામભાઈ કેશવાલા, બાબુભાઈ કારાવદરા, પરબતભાઈ કેશવાલા, રાયદેભાઈ મોઢવાડિયા, નાગેસભાઈ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, અરજનભાઈ કેશવાલા, રાણાભાઈ શીડા, હમીરભાઈ ખીસ્તરીયા, ભરતભાઈ વાઢેર, ભીમાભાઈ ગોરસીયા, ભીમાભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, પરબતભાઈ,અને દેશ-વિદેશના અતિથીઓ, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમજ મહેર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ભવ્ય પ્રસંગમાં ખુબ જ સુંદર સહકાર આપ્યો હતો. આ પ્રસંગે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભાઈ દેવાભાઈ ભુતિયાએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya