વલસાડ, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-વલસાડ - નવસારી જિલ્લો અને આહવા ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.27/02/2025 થી તા.13/03/2025 દરમ્યાન પરીક્ષા લેવાનાર હોય જેને અનુલક્ષીને વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા આહવા, વલસાડ અને નવસારી જિલ્લાની જુદી-જુદી સ્કુલોના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે તેમજ પરત લાવવા માટે સ્કુલો દ્વારા થયેલી માંગણી મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. સ્કુલો દ્વારા પોતાની સ્કુલના વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા કેન્દ્રથી પરત લઇ જવા માટે લેખિત રજુઆત થયેથી પરીક્ષાના દિવસો દરમ્યાન વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જેનો લાભ તમામ પરીક્ષાર્થીઓને મળશે. એકસ્ટ્રા સંચાલનની વધુ માહિતી માટે જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરશ્રીનો સપંર્ક કરવાથી મળી રહેશે એવુ વિભાગીય નિયામકશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે