અરવલ્લી જિલ્લામાં 136 દિવ્યાંગ ઉમેદવાર,1 કેદી ધો. 10ની પરીક્ષા આપશે
મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેના ભાગરૂપે કલેક્ટર પ્રશસ્તિ પરીકના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે
અરવલ્લી જિલ્લામાં 136 દિવ્યાંગ ઉમેદવાર,1 કેદી ધો. 10ની પરીક્ષા આપશે


મોડાસા, 20 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેના ભાગરૂપે કલેક્ટર પ્રશસ્તિ પરીકના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી અને જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા પૂરતી તૈયારી કરી દેવાઇ છે.ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 94 દિવ્યાંગ અને એક કેદી ઉમેદવાર પરીક્ષા આપવાના છે. તદુપરાંત ધો. 12 સામાન્ય પ્રવાહમાં 40 દિવ્યાંગ અને ધો. 12 ના વિજ્ઞાન પ્રવાહમાં બે દિવ્યાંગ ઉમેદવાર પરીક્ષા આપવાના છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande