•
અદાણી પોર્ટફોલિયો કંપનીઓ નોંધપાત્ર મૂડી ખર્ચ (કેપેક્સ) ના નવા તબક્કામાં પ્રવેશ કરી રહી છે, જે નાણાકીય વર્ષ 20 થી 22 સુધીના ઉચ્ચ કેપેક્સ અવધિની સમાન છે
અમદાવાદ, 20 ફેબ્રુઆરી (હિ.સ.).
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના સૌથી મોટા અદાણી સમૂહે પારદર્શિતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ અદાણી પોર્ટફોલિયોના નાણાકીય વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિક નાણાકીય પરિણામોની સાથે ટ્રેલિંગ-ટવેલ્વ-મહિના (ટીટીએમ) ની વિગતો અને ક્રેડિટ કમ્પેન્ડિયમની પ્રસ્તુતિની આજે જાહેરાત કરી છે.
રોકડ પ્રવાહના સર્જનમાં વધારો અને સંબંધિત પોર્ટફોલિયો કંપનીઓના પ્રકલ્પોની અમલવારીના મજબૂત આધારના કારણે અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ હવે ઉંચા કેપેક્સના માર્ગ પર આવી છે, જે સંબંધિત પોર્ટફોલિયો કંપનીઓને તેના સંલગ્ન ક્ષેત્રોમાં વૈશ્વિક અગ્રણી તરીકે પ્રસ્થાપિત કરશે.
આ જાહેરાત અનુસાર અદાણી સમૂહના પોર્ટફોલિયોની કંપનીઓના વાર્ષિક ધોરણે ટ્રેઇલિંગ ટવેલ્વ મંથ ((TTM) ઇબીટ્ડામાં ૧૦.૧%ની વૃધ્ધિ સાથે રુ.૮૬,૭૮૯ કરોડ થયો છે.અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.હસ્તકના યુટીલિટી, પરિવહન અને મુખ્ય માળખાકીય ઇન્ક્યુબેટિંગ વ્યવસાયોનું યોગદાન કુલ ઇબીટ્ડાના ૮૪% છે. ઓછામાં ઓછા આગામી 12 મહિના માટે દેવાની સેવાઓને આવરી લેવા માટે પર્યાપ્ત લિક્વિડીટી ઉપલબ્ધ છે. 30 સપ્ટેમ્બર 2024ની સ્થિતએ કર બાદના ભંડોળનો પ્રવાહ અથવા તો કર પછીની રોકડ રુ.58,908 કરોડ હતી. સંપત્તિ આધાર રુ.૫.૫૩ લાખ કરોડે આવીને ઉભી છે અને ઇબીટ્ડાનું ચોખ્ખું દેવું ૨.૪૬x પર રહ્યું હતું.
યુટિલિટી ક્ષેત્રમાં અદાણી પાવરમાં અગાઉના ટીટીએમ ઇબીટ્ડામાં ડિસેમ્બર ૨૩ના ટીટીએમમાં રુ. 2,514 કરોડની સામે ડિસેમ્બર- 24ના ટીટીએમ સમય અવધિની રુ.9,359ની આવક સામેલ છે. નાણાકીય વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિક અને ડિસેમ્બર-૨૪ના ટ્રેલિંગ-ટવેલ્વ-મહિના (ટીટીએમ) વાર્ષિક ધોરણે પોર્ટફોલિયો ઇબીટ્ડા આજ સુધીનો સૌથી વધુ 10.1% ઉંચો રુ.૮૬,૭૮૯ કરોડ અને આ સમય ગાળાના ત્રીજા ત્રિમાસિકમાં ઇબીટ્ડા ૧૭.૨% વધીને રુ.૨૨,૮૨૩ કરોડ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો (અનિલ, એરપોર્ટ્સ અને માર્ગો) ઉંચી વૃદ્ધિના માર્ગ પર છે અને વાર્ષિક ધોરણે ત્રીજા ત્રિમાસિકમાં ઇબીટ્ડામાં 45.6% અને TTM માં 33.3% ના વધારા સાથે વૃદ્ધિના માર્ગે દોરી રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ QIP મારફત રુ.૪૨૦૦ (૫૦૦ મિલિ.યુએસડી) એકત્ર કર્યા છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. હસ્તકના સોલર મોડ્યુલનું વેચાણ વાર્ષિક ધોરણે ૭૪% વધીને 3,273 મેગાવોટ થયું છે. એરપોર્ટ્સ ઉપર પેક્સની ગતિવિધિઓ વાર્ષિક ધોરણે 7% વધીને 69.7 મિલિયન અને કાર્ગોની હેરફેર ૧૧% વધીને ૦.૮૨ મિ.મે..ટન રહી છે. 9.6 મેગાવોટની ક્ષમતાના હૈદરાબાદ ડેટા સેન્ટરનો પ્રથમ તબક્કો હવે કાર્યરત થયો છે; જ્યારે નોઇડાના 50 મેગાવોટ અને હૈદરાબાદ 48 મેગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સનું 95% થી વધુ કાર્ય સંપ્પન થયું છે. બાંધકામ પ્રોજેક્ટ હેઠળના 8 માંથી 7 રસ્તાઓનું 60%થી વધુ નિર્માણ પૂર્ણ થયું છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ની કામકાજની ક્ષમતા વાર્ષિક ધોરણે ૩૭% વધી ૧૧.૬ ગિગાવોટ થઇ છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ ક્યુઆઈપી દ્વારા 1 બિલિયન મેળવ્યા છે અને અદાણી દહાણું થર્મલના ૫૦૦ મેગાવોટનું ડિસઇન્વેસ્ટમેન્ટ આખરી કર્યું છે. પાંચ નવા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ મેળવ્યા છે જેમાં ગુજરાતના જામનગર મુંદ્રાનો નવીનાલ, ખાવડાના તબક્કો IVA, ખાવડા ફેઝ IV પાર્ટ-ડી, રાજસ્થાનમાં તબક્કા III નાભાગ -1 (ભડલા-ફતેહપુર એચવીડીસી)નો સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય