ગીર સોમનાથ પડીગયેલ કે ખોવાયેલ ૧૩ મોબાઇલ ના શોધી મુળ માલિકો ને પરત અપાવતી તાલાલા પોલીસ
ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમથયેલ પડીગયેલ કે ખોવાયેલ કુલ મોબાઇલ - ૧૩ મળી કુલ રૂપિયા ૦૨,૦૨,૩૦૦ /- ના શોધી મુળ માલિકો ને પરત અપાવતી તાલાલા પોલીસ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક
ગીર સોમનાથ પડીગયેલ કે ખોવાયેલ ૧૩ મોબાઇલ ના શોધી મુળ માલિકો ને પરત અપાવતી તાલાલા પોલીસ


ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમથયેલ પડીગયેલ કે ખોવાયેલ કુલ મોબાઇલ - ૧૩ મળી કુલ રૂપિયા ૦૨,૦૨,૩૦૦ /- ના શોધી મુળ માલિકો ને પરત અપાવતી તાલાલા પોલીસ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેગાર વેરાવળ વિભાગ નાઓની સુચના તથા તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ ,જે.એન.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણ માં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી

કરી અરજદાર ઓને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે કર્તવ્યશીલ કાર્યદક્ષતા અન્વયે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ મનોજગીરી દીલીપગીરી ગૌસ્વામી તથા પોલીસ કોન્સટેબલ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર બજાવતા એ.એસ.આઇ જયદિપસિંહ રાઠોડ નાઓએ સંયુકત મળી અધતન ટેકનોલોજી વડે નીચે મુજબના મોબાઇલો શોધી કાઢી જે-તે સ્થિતિમાં મુળ અરજદાર ઓને સુપ્રત કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમને ખરા અર્થમા સાર્થક કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande