ગીર સોમનાથ 20 ફેબ્રુઆરી (હિ.સ.). ગીર સોમનાથ, તા.૨૦: સોમનાથની ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવામાં આવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.
૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી રવિભાઇ લાલકિયાએ જણાવ્યું હતું કે, સવારના ૨:૫૭ વાગ્યે વેરાવળ તાલુકાના મેઘપુર ગામે એક સગર્ભા મહિલા ને પ્રસૂતિનો દુઃખાવા અંગેનો સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો. પાયલોટ ઇસ્માઇલભાઈ ભાદરકા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચતા જ તે મહિલાને દુઃખાવો વધવાથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. બાળકની ગર્ભ નાળ ગળામાં વિંટળાયેલી હોવાથી આ સ્થિતિ ડિલિવરી માટે જોખમી ગણાય છે. જોકે, ૧૦૮ના ઈએમટીની આવડત અને ૧૦૮ હેડ ઓફિસના ડૉક્ટરની સલાહ મુજબ માતા અને બાળકનો જીવ બચાવવામા આવ્યો હતો અને બંનેને ખાનગી હોસ્પિલમાં વેરાવળ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ડિલિવરી સફળતાપૂર્વક પાર પડાતા સગા સંબંધીઓ તેમજ જિલ્લાના 108 સેવાના શીર્ષ અધિકારીઓ આકાશ અને વિશ્રુત જોષી દ્વારા સારી કામગીરી કરવા બદલ ૧૦૮ના કર્મચારીઓને બીરદાવ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ