વલસાડ જિલ્લામાં તા. 31 માર્ચ સુધી બી.પી. અને ડાયાબીટીસની નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાશે
વલસાડ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે વલસાડ જિલ્લામાં પણ તા. 20 ફેબ્રુઆરીથી બ્લડપ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ તા. 31 મા
વલસાડ જિલ્લામાં તા. 31 માર્ચ સુધી બી.પી. અને ડાયાબીટીસની નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાશે


વલસાડ, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે વલસાડ જિલ્લામાં પણ તા. 20 ફેબ્રુઆરીથી બ્લડપ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ તા. 31 માર્ચ- 2025 સુધી ચાલશે.

એન.પી-એન.સી.ડી. (નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનીકેબલ ડીસીઝ) પ્રોગ્રામ અંતર્ગત બિન-ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે, જેનો લાભ દરેક 30 થી વધુ ઉંમરના નાગરિકો લઈ શકશે. આ ઝુંબેશ હેઠળ વિના મુલ્યે બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન કરવા સહિત દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં 30 થી વધુ વયના 10,27,683 લોકો નોંધાયેલા છે જેમાંથી 6,97,665 લોકોનું સ્ક્રિનિંગ કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 67.7 ટકાની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. સંપૂર્ણ 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તા. 31 માર્ચ સુધી મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande